શોધખોળ કરો

Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કાલે સૌરાષ્ટ્ર્ના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કાલે સૌરાષ્ટ્ર્ના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર,  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગે કહ્યું કે,  ગુજરાતમાં ઓફ શૉર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

આજે સુરત, નવસારી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  આવતીકાલે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગના મતે, ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાશે. અન્ય ઝોનમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર

રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલ પાણીની ભરપૂર આવકથી રાજ્યના 77 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 90 ટકાથી વધુ ભરાયેલા રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જેમાંથી સૌરાષ્ટ્રના 141 પૈકી 35 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના 6-6 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ તરફ મધ્ય ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 56.14 ટકા જળસંગ્રહ છે. 

રાજ્યમાં સિઝનનો 61.93 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 61.93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 85.94 ટકા, સૌરાષ્ટ્રમાં 75.77 ટકા સિઝનનો અત્યાર સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.40 ટકા, તો મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 43.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget