શોધખોળ કરો

Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં  આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં  આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના અમુક ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં પણ  હવામાન વિભાગ  દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. 

આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઓફ શ્યોર ટ્રફ પણ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  અત્યાર સુધી ગુજરાતમાં સિસ્ટમ  પહોંચતા નબળી પડે છે.  પાંચ દિવસ સુધી  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં  સવા ઈંચ, અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, ભાવનગરના ઘોઘામાં સવા ઈંચ, આણંદના આંકલાવમાં સવા ઈંચ, નવસારીના વાંસદામાં એક ઈંચ, મોરબીના વાંકાનેરમાં એક ઈંચ અને સુરતના ચોર્યાસીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના મતે આજે સવારે 8 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારામાં બે ઈંચ વરસાદ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, સુરતના મહુવામાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં દોઢ ઈંચ, તાપીના વાલોડમાં એક ઈંચ, નવસારીના જલાલપોરમાં એક ઈંચ, ગણદેવી,ચીખલીમાં પોણો પોણો ઈંચ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 36.29 ટકા વરસાદ

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 36.29 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત  કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 18.13 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસ્યો હતો.

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget