શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાકમાં 28 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, ઓરેન્જ-યલો એલર્ટ જાહેર

Gujarat Rain Alert: હવામાન વિભાગે આગામી કલાકો માટે આગાહી કરી, ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા.

  • હવામાન વિભાગે ગુજરાતમાં આગામી કલાકોથી લઈને 7 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે.
  • રાજ્યના 12 જિલ્લા, જેમાં અમદાવાદ, ખેડા, રાજકોટ અને ગાંધીનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
  • ગુજરાતના અન્ય 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
  • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.
  • અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા બાકીના સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે.

Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કલાકો માટે વરસાદને લઈને આગાહી જારી કરવામાં આવી છે. આ આગાહી મુજબ, રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર છે. આ જિલ્લાઓમાં મુખ્યત્વે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, પંચમહાલ, અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.

16 જિલ્લાઓમાં યલો એલર્ટ

ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ યાદીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

7 દિવસ વરસાદની આગાહી

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ વિભાગે આગાહી કરી. કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં પણ આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Monsoon: રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ કડક સૂચના
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Kheda: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન, મહેમદાબાદમાં 17 વર્ષની 18 દીકરીઓ ગર્ભવતી બનતા ચકચાર
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Embed widget