શોધખોળ કરો

Gujarat Rain: આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.   ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે.  

ગાંધીનગર :  રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.   ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે.  જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.  

આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળીહતી. ગુજરાતમાં આજથી  વિધિવત રીતે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. 

ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  48 કલાકમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. 

આ જિલ્લાઓમાં પડશે વરસાદ

વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.   આગામી બે દિવસ સુધી વલસાડ, સુરત, નવસારી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.  આ સિવાય  સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બાટોદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર,  સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે.   અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   અમરેલીથી સાવરકુંડલા વચ્ચે મેઘમહેર થઈ છે.   ગોખરવાળા, લાપાળીયા, ચક્કરગઢમાં વરસાદ વરસ્યો છે.   દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.   અમરેલી શહેર અને વડિયા શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. 

સાંજે 4થી 6 વાગ્યામાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. સાંજે 4થી 6 વાગ્યા વચ્ચે રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. 

  • ભરૂચમાં -1.5 ઈંચ
  • વાગરામાં -1.5 ઈંચ
  • ગોંડલમાં - 1 ઈંચ
  • બાબરામાં - 1ઈંચ
  • રાજકોટમાં- 1 ઈંચ
  • લાઠીમાં- 1 ઈંચ

ટોપ સ્ટોરી

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી: જેમને કોઈ પૂછતું નહોતું તેમને પીએમ મોદીએ પૂજ્યાં છે: CM ભૂપેન્દ્ર પટેલ
સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
સિંહની પાછળ બાઈક અને બોલેરો દોડાવી, આંબરડી સફારી પાર્કનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે
Cold Wave: ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે- તાપમાન બે ટકા ઘટશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

Embed widget