શોધખોળ કરો

Gujarat Rain: આગામી 24 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

આગામી ત્રણ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

ગાંધીનગર: આગામી ત્રણ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ ખાબકશે.  રાજ્યમાં સીઝનનો કુલ 65 ટકા વરસાદ વરસ્યો છે. 

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.  અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  26 જુલાઇ બાદ  વરસાદનું જોર ઘટશે. 

Gujarat Rain: આગામી 24 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે  આગામી 48 કલાકમાં દાદરા અને નગર હવેલી જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. બપોર પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થયું છે. અમદાવાદ શહેરના ચાર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. ઉસ્માનપુરા, મિઠાખળી, કુબેરનગર અને અખબારનગર અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.   

નવસારીમાં જળપ્રલય! 12 ઈંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ કમર સુધી પાણી ભરાયા

ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આજે જુનાગઢમાં આભ ફાટ્યું છે જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. નવસારીમાં  12 ઈંચ વરસાદથી જળપ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદથી નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે.

બીજી તરફ નવસારી જલાલપોરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખેરગામમાં સાડા છ ઈંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા છે. ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં  વરસાદી પાણી ભરાયા છે. નવસારીના નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા છે. ક્યારેય ન ભરાયા હોય તેવા વિસ્તારો પણ પાણી ભરાયા છે. ગણદેવી જવાના રસ્તે અને નવસારીથી દાંડી રોડ પર પણ ઢીંચણસમા પાણી ભરાયા છે. ક્યાંક પાણી ઘરમાં ઘુસ્યા છે તો ક્યાંક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. કોમ્પલેક્સમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગણદેવી રોડ પર ચાર ફુટ સુધી પાણી ભરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget