શોધખોળ કરો

Banaskantha Rain: બનાસકાંઠામાં જળબંબાકાર, દાંતીવાડામાં લોકોના ઘરોમાં ધૂસ્યા વરસાદી પાણી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડીસા,  પાલનપુર,  દાંતીવાડા,  ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડીસા,  પાલનપુર,  દાંતીવાડા,  ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ડીસા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મોડી રાત્રેથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.  બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતીવાડા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ  નોંધાયો છે. 

ધોધમાર વરસાદને પગલે દાંતીવાડમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે.  નીચાણ વાળા વિસ્તારના લોકો રાત્રેથી જ પોતાના ઘરમાંથી વરસાદી પાણી કાઢવા મજબૂર બન્યા છે.  નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. 

આજે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી

આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  વડગામ, પાલનપુર, દાંતીવાડા, દિયોદર, થરાદ, વાવ, અને સૂઈગામમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન છે. સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં  14 જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં 13 જુલાઇથી  દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ,  જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.   પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. 

ટોપ સ્ટોરી

ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
Girnar: ગિરનાર લીલી પરિક્રમાને લઈ તડામાર તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને સાથે ન લાવવા અપીલ
Girnar: ગિરનાર લીલી પરિક્રમાને લઈ તડામાર તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને સાથે ન લાવવા અપીલ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget