શોધખોળ કરો

Dahod Rain: ધોધમાર વરસાદથી દાહોદ શહેરમાં જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી દાહોદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

દાહોદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી દાહોદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાહોદ શહેરમાં મોડી રાત્રિથી શરુ થયેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ છે. શહેરમાં અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  કોમ્પલેક્ષમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયુ છે.

દાહોદ જિલ્લામાં મોડી રાત્રિના વરસાદથી ડીપનાળું ધોવાયુ હતું.  જિલ્લાના સંજેલી તાલુકામાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ બે કાંઠે થતા હિરોલા ખાતે નદી પરનું ડીપનાળું ધોવાયું છે. જેથી સ્થાનિકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. 
 
ભારે પવન સાથેના વરસાદથી દાહોદમાં અનેક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે.  લીમડીમા ગોધરા રોડ પર વર્ષો જુનુ મહાકાય વડનુ વૃક્ષ અને  વીજ પોલ ધરાશાયી થયો હતો.  જેના કારણે લીમડી-ગોધરા રોડ તરફનો રસ્તો બંધ કરાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.   

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ  ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી કરી છે.  

સૌરાષ્ટ્રના 6  મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.   16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.   દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.   ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.  દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   તાપી, ડાંગ,નવસારી, અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget