શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે ગુજરાતના 131 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો? જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગાંધીનગર: ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે ‘નિસર્ગ’ વાવાઝાડોની અસરના પગલે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ હળવદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના થરાદ, મોરબીના ટંકારા, વડોદરાના ડભોઈ અને ખેડાના કઠલાલમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાતમાં 131 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેની વિગતવાર વાત કરીએ તો, હળવદમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બોટાદમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોએ વાવણી કરવાની શરૂઆત કરી દીધી હતી અને ખુશીની લહેર જોવા મળી હતી. અમદાવાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેમાં સાણંદમાં 30 મીમી, ધોળકામાં 27 મીમી અને ધંધુકામાં 25 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ટંકારામાં 52 મીમી, માળિયા મીયાણામાં 29 મીમી, મોરબીમાં 71 મીમી, બોટાદમાં 66 મીમી, રાજકોટના જસદણમાં 22 મીમી, જામનગરના જોડિયામાં 12 મીમી, કાલાવડમાં 2 મીમી અને ચોટીલા 32 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. ભારે પવન સાથે રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડા કઠલાલ 45 મીમી, મહેમદાવાદ 37 મીમી, નડિયાદ 26 મીમી, સંખેડા 25 મીમી અને ડભોઈમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં પ્રાંતિજમાં 29 મીમી, મોડાસામાં દોઢ ઈંચ, થરાદમાં બે ઈંચ, અમીરગઢમાં 18 મીમી, વાવમાં 11 મીમી, પાલનપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હિંમતનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, નવસારી 14 મીમી, જલાલપોર 05 મીમી, ગણદેવી 05 મીમી, ખેરગામ 10 મીમી, સુબીર 29 મીમી, નર્મદાના સાગબારા 25 મીમી અને વલસાડના ઉમરગામમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget