શોધખોળ કરો

Junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. 

જૂનાગઢના માળિયા હાટિના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  સતત વરસાદના પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે.  પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

Junagadh Rain: જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ 

માળિયા હાટિનામાં ધોધમાર વરસાદ

માળિયા હાટિનાના મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ અને કેશોદ રોડ સહિતના રસ્તા પર પાણી ફરી વળ્યા છે.માળિયામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરુ થયો છે.  

ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું, 11 ઈંચ વરસાદથી જળબંબાકાર

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે.  તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે. 

લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.  

રાજકોટના ધોરાજીમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે.  ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ધોરાજીમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

ટોપ સ્ટોરી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

વિડિઓઝ

Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget