શોધખોળ કરો

Devbhumi Dwarka Rain: દ્વારકાના કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, ખેતરો બેટમાં ફેરવાયા 

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

દેવભૂમિ દ્વારકા:  દ્વારકાના કલ્યાણપુર પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રીના બેથી ચાર વાગ્યા દરમિયાન છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  10  ઈંચ વરસાદના પગલે કલ્યાણપુર, હરીપર, ભાટિયા, ટંકારિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થયા છે.  ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ખેતરોમાં જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે. 

દ્વારકાના લાંબા ગામે પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે.  વાડી અને ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  જામખંભાળિયા પંથકમાં પણ વરસેલા મુશળધાર વરસાદથી મોવાણ ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવતા સુરાપુરા દાદાના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. કુંતી નદીમાં પૂરના કારણે દ્વારકા- લીંબડી સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.

આ તરફ કલ્યાણપુર તાલુકામાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે.  હજુ પણ ગઈકાલે વરસેલા વરસાદના પાણી ઓસર્યા નથી.  ત્યાં ફરીથી વરસાદી માહોલ જામતા લોકોના જીવ પડીકે બંધાયા છે. આ તરફ ભારે વરસાદના પગલે સત્તાપર ગામનો સિંધણી ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે.  આ ઉપરાંત દેવળીયા, સત્તાપર, લાંબા, ચાચલાણા સહિતના ગ્રામ્ય પંથકમાં સિંચાઈ માટે ડેમ ઓવરફ્લો થયા છે. 

કલ્યાણપુર પંથકમાં વરસાદના પગલે ભાટિયા-ભોગાત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા.  હાલ તો લોકો જોખમી રીતે હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે.  કલ્યાણપુર બાદ ખંભાળિયા પંથકમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.  જેના કારણે રામનાથ સોસાયટી, નગર ગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. 

ભાટિયા ગામ નજીક રોડ- રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. એક સ્કૂલની બસ પણ રસ્તા પર ફસાઈ ગઈ હતી. તો અનેક ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા હતાં. વરસાદના વિરામ બાદ પાણી ઉતરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો છે.

પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.  જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.

ટોપ સ્ટોરી

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget