શોધખોળ કરો

Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 

હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  પશ્ચિમ કચ્છના મોથારા, મમુઆરા, પધ્ધર, કુકમા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  આજે ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  

ક્યાંક ધીમીધારે વરસાદ અને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.  ભુજ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ભુજ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.  ગરમી અને બફારા બાદ લોકોને રાહત મળી છે. 

ગાંધીધામ,  અંજારમા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.  મોડી સાંજના વરસાદી વાતાવરણમાં લોકોને ગરમીથી  રાહત મળી છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ  સક્રિય  છે.

હવામાન વિભાગના  જણાવ્યા અનુસાર,  અમદાવાદ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલીમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે  વરસાદ થઈ શકે છે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું  જોર ઘટી શકે છે પરંતુ  28 જૂનથી ફરી વરસાદ વધશે. ગુજરાતના  પૂર્વ અને દક્ષિણમાં વરસાદનું જોર વધવાનું  અનુમાન છે.  જો 26થી 27 તારીખ સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી  29 અન 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે. 30 જૂન બાદ  સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 2 જુલાઇ  સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન છે. 

છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ (Gujarat monsoon) બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ, અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget