શોધખોળ કરો

Patan:  પાટણ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, કૉલેજ રોડનો અંડરપાસ પાણીમાં ગરકાવ

પાટણ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  વહેલી સવારે પાટણ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  

પાટણ:  પાટણ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  વહેલી સવારે પાટણ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા હતા.  પારેવા સર્કલ નજીક ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

વરસાદ રોકાયા બાદ પણ સરદાર કોમ્પલેક્સ પાસે પાણી નથી ઓસર્યા.  અહીં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી દુકાનદારો અને વાહનચાલકોને હાલાકી પડી હતી. કોલેજ રોડ પરનો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.  અંડરપાસમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયેલા હોવાથી કોલેજ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી કોલેજ જવુ પડ્યું. સવારે વરસેલા વરસાદના કારણે પાટણનું બસ સ્ટેશન જળમગ્ન થઈ ગયું. હંગામી બસ સ્ટેશનનું ગ્રાઉન્ડ જાણે બેટમાં ફેરવાઈ ગયું હતું.  

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.  અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે.  મોડાસા સહિત ધનસુરા, બાયડ, માલપુર, ભીલોડા અને મેઘરજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  બપોરના 4 વાગ્યા સુધીમાં ધનસુરામાં  સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.  મોડાસામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.  મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા. 

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 

12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ  પડી શકે છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget