શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

 હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે.જેને લઈ દરિયો  તોફાની બનશે.

ગાંધીનગર: હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.  દરિયામાં  વાવાઝોડું આવવાનું છે.  હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે.જેને લઈ દરિયો  તોફાની બનશે. ગુજરાતના તમામ બંદરો પર અત્યારથી જ એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. 

અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.  સાથે જ મોટાભાગની બોટ બંદર પર પરત ફરી છે.  ઓખા બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનવાની સંભાવવાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. પરંતુ 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 9 અને 10 જૂનના અમરેલી, ભાવનગર, સુરત,  નવસારી, વલસાડ,  અને ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.

Cyclone Biporjoy: કેટલો કહેર વરસાવશે ચક્રવાત 'બિપરજૉય'? ક્યાં ક્યાં થશે અસર?

દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ પોરબંદર ખાતે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ તોફાનને 'બિપરજોય' નામ આપવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, સવારે 8.30 વાગ્યે લો પ્રેશર વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ ગોવાથી લગભગ 950 કિમી, દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1,100 કિમી, દક્ષિણ પોરબંદરથી 1,190 કિમી અને પાકિસ્તાનના દક્ષિણ કરાચીથી 1,490 કિમી દૂર હતું. આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

ચક્રવાત ધારણ કરી શકે છે ભયાનક સ્વરૂપ 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ખતરાને જોતા દરિયામાં ગયેલા માછીમારોને દરિયા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

કેરળમાં ચોમાસું ક્યારે શરૂ થશે?

IMDએ સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણના વિસ્તારની રચના અને આગામી બે દિવસમાં તીવ્ર બનવાને કારણે, ચક્રવાતી પવનો કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ સ્પષ્ટ કરવામાં આવી નથી. જ્યારે, 'સ્કાયમેટ વેધર'એ જણાવ્યું કે ચોમાસું 8 કે 9 તારીખે કેરળમાં દસ્તક આપી શકે છે પરંતુ માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.

 

 

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget