શોધખોળ કરો

Amreli Rain: અમરેલીના વડીયામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, સૂરવો ડેમના દરવાજા ખોલાયા

વડીયા શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વડીયાની લોકી નદી તોફાની બની છે. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયેલા પશુઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. 

અમરેલી : રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.  અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  વડીયા શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વડીયાની લોકી નદી તોફાની બની છે. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયેલા પશુઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. 

વડીયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.  વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે.  નીચાણવાળા ગામડાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠે અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. 

શેત્રુંજી નદીમાં નવા નીર

અમરેલી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રહેતા શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. ગીરના જંગલ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ફીફાદ,  ગારીયાધાર વચ્ચે નીકળતી શેત્રુંજી નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા  આગામી બે દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે.  

ગુજરાતમાં નવરાત્રિ પર વરસાદની આગાહી 

બદલાયેલા વાતાવરણના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે.  આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.  સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે.  ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલીંગ નથી થયું.  નવરાત્રિ દરમિયાન વરસાદના અનુમાનથી ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે.  નવરાત્રિ દરમિયાન ભારે પવન સાથે વરસાદથી ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે.  

નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે નવરાત્રિ સમયે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.  જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે.  જોકે હાલ નવરાત્રિ સમયે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.  

ગુજરાતમાં 2 દિવસ વરસાદની  આગાહી

હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની  આગાહી કરવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે નર્મદા,  તાપી,  સુરત,  વલસાડ,  ડાંગ,  દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

જ્યારે છોટા ઉદેપુર,  વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર,  અમરેલી,  ગીર સોમનાથ અને દિવમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસ વરસાદની તીવ્રતા ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.     

Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી 

ટોપ સ્ટોરી

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Embed widget