શોધખોળ કરો

કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં થંડર સ્ટ્રોમના કારણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે ત્યારે ગુરુવારે આખો દિવસ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જોકે સાંજે અચાનક ઠંડો પવન સૂવાટા મારી રહ્યો હતો. ત્યારે રાત્રે અચાનક જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં તો વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ગુજરાતમાં મહેસાણા, અંબાજી, નડિયાદ અને રાજકોટમાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. મોડીરાતે અમદાવાદના નારણપુરા, જીવરાજપાર્ક, સેટેલાઈટ, બોપલ, રાણીપ, સરખેજ, શ્યામલ-શિવરંજનીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, ઈસનપુર, નારોલ, જશોદાનગર, ઘોડાસર, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વટવા, રખિયાલ, બાપુનગર, ગોમતીપુરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં થંડર સ્ટ્રોમના કારણે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તાર સહિત કચ્છમાં પણ વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં જ્યાં એક તરફ જનતા 21 દિવસના લોકડાઉનના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને હાડમારીનો સામનો કરી રહી છે ત્યારે કમોસમી વરસાદના પગલે હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ટોપ સ્ટોરી

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?

કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ

વિડિઓઝ

Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે

શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ

Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન

ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!

Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન

Embed widget