શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં આ વખતે કઈ જગ્યાએ ધોધમાર વરસાદ થશે? વરસાદ ક્યારથી કરશે એન્ટ્રી? જાણો વિગત
ચોમાસુ કેરળમાં પહોંચી ગયું છે અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. મુંબઈ તેમજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 13મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના જોવા મળી રહી છે.
અમદાવાદ: ગુજરાતમાં ચાલી રહેલા કાળઝાળ ગરમી વચ્ચે આવતાં અઠવાડિયે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ મધ્યપૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર આકાર લઈ રહ્યું છે. આ લો પ્રેસરની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતા છે. નૈઋત્ય ચોમાસાએ હાલ કેરળમાં એન્ટ્રી કરી લીધી છે. કેરળમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચોમાસુ કેરળમાં પહોંચી ગયું છે અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. મુંબઈ તેમજ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 13મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના જોવા મળી રહી છે.
આ દરમિયાન વાવાઝોડાં જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ સિસ્ટમથી તેની અસર હેઠળ આવનારા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થાય તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થવામાં વિલંબ થયું છે જેના કારણે હવે ગુજરાતમાં પણ ચોમાસું મોડું શરૂ થવાનું છે. હાલ અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion