શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલી સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ.
  • રાજકોટમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો.
  • હવામાન વિભાગે બે દિવસ રાજ્યમાં માવઠાની આગાહી કરી.

અમરેલી : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો.  અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડીયા તાલુકામાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. બગસરાના મોટા મુંજયાસર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 

કોટડા પીઠા ગામની બજારોમાં વરસાદી પાણી  વહેતા થયા

અમરેલી જિલ્લાના બગસરા, બાબરા, વડીયા પંથકમાં વરસાદે જમાવટ કરી છે. બગસરા, વડીયા પંથકમાં વરસાદી વાતાવરણ છે.  બાબરા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  કોટડા પીઠા ગામની બજારોમાં વરસાદી પાણી  વહેતા થયા હતા. ચમારડી, ચરખા, ઉંટવડ, ઘુઘરાળા સહિતના ગામમાં વરસાદી માહોલ જામ્યો હતો.  બગસરા, વડીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. 

અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. લાઠી અને દામનગર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર અનેક વૃક્ષો તૂટી પડ્યા હતા.

રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  રાજકોટ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્ષ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેર સિવાય ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ક્યાંક કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.  આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ચાર જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચમાં માવઠાની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠું થઇ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં માવઠાની આાગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં કમોસમી વરસાદ પડી શકે છે. દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget