શોધખોળ કરો

Anand Rain: બોરસદમાં ભારે પવન સાથે 2 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો 

હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે.

આણંદ :  હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. બોરસદમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો છે. બોરસદમાં બે કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો

આણંદ જિલ્લાના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોરસદમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બોરસદ શહેરના પાંચવડ વિસ્તાર, રબારી ચકલા, ભોભાફળી, આણંદ ચોકડી, વાસદ ચોકડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ વરસ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

8 જુલાઈ મંગળવારની આગાહી

આગામી 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 48 કલાક અતિ ભારે

આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.

ટોપ સ્ટોરી

દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતના 2,900થી વધુ ગ્રામસેવકો માટે ખુશખબર: ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાતના 2,900થી વધુ ગ્રામસેવકો માટે ખુશખબર: ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકો: પ્રમુખની વરણીના માત્ર 3 દિવસમાં 17 સભ્યોનો બળવો
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપમાં ભડકો: પ્રમુખની વરણીના માત્ર 3 દિવસમાં 17 સભ્યોનો બળવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં સૌથી મોટો રનચેઝ કર્યો, 429 બનાવીને હાર્યું ઈગ્લેન્ડ
Embed widget