શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

એક સપ્તાહથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ આગાહી જાહેર કરી છે. આ આગાહી મુજબ આગામી ત્રણ કલાક ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: એક સપ્તાહથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ આગાહી જાહેર કરી છે. આ આગાહી મુજબ આગામી ત્રણ કલાક ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સમય દરમિયાન પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે  પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, ડાંગ અને  તાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.  આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મોરબી અને  કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

આવતીકાલથી વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  આવતીકાલથી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.  

ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય હોવાના કારણે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની આગાહી

હવામાન વિભાગે  સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ  સામાન્ય વરસાદની શક્યતા છે.  

ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે.  આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.  આજે 9 મેના શુક્રવારે  બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ આપ્યું છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget