શોધખોળ કરો

Amreli: અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી  ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

અમરેલી:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી  ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતના અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લમાં  વરસાદ વરસતા ખેડૂતો પરેશાન થયા છે.  અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસ વરસાદની આગાહી છે.

રાજ્યના કેટલાક જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારીમાં અનેક ગામમાં વરસાદ વરસ્યો છે. સુખપુર,  ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ છૂટો છવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ  જોવા મળી રહી છે.

અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.

સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. 

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જિલ્લાના સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

હવામાન વિભાગ દ્વારા 5,6,7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદે અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યાતા છે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget