શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લાના બાબરામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  અમરેલીના બાબરામાં ભારે વરસાદ વરસ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો  છે.

અમરેલી: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  અમરેલીના બાબરામાં ભારે વરસાદ વરસ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો  છે.  અમરેલી જિલ્લાના બાબરા અને આજુબાજુના પંથકમાં વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો છે. 

બપોરબાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી જિલ્લામાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. 

હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, નવસારી સહિતના વિસ્તારોમાં 'અતિ ભારે' વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. આ સિવાય  રાજકોટ, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના ગુજરાતના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

ભાવનગર શહેરના ભીડભંજન ચોક, જશોનાથ સર્કલ, કાળાનાળા, નવાપરા, ઘોઘા ગેઇટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકો પણ ખુશખુશાલ થયા છે.  ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે.

સુરત શહેરમાં ભારે વરસાદ

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભારાય છે. 

પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં

સુરત શહેરમાં ફરી એક વખત પ્રશાસનના પાપે સુરતના નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. વરસાદી પાણી ભરાતા ભેસ્તાન-સચિન માર્ગ બંધ છે. મુખ્ય માર્ગ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સુરત શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. 

2 ઈંચથી વધારે વરસાદમાં જ સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદી પાણીના કારણે જનજીવનને અસર થઈ છે. મેઘરાજાએ ફરી સુરત મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલી છે.

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget