શોધખોળ કરો

Junagadh Rain: વંથલી  અને કેશોદમાં ધોધમાર વરસાદ, ગીરનાર પર્વત ઉપર વીજળીની કડાકા સાથે વરસાદ

જૂનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો.

જૂનાગઢ: જૂનાગઢના વંથલી અને કેશોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો.  ગડુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ છે.

તાલાલા ગીરમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાત્રે ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ ખાબક્યા બાદ ફરી સવારે 6 કલાકે વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે મકાન પર વીજળી પડી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી, મકાનનો થોડો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારો માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

વહેલી સવારથી જ વરસાદી માહોલ

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. વરસાદના કારણે ગીરનારનો નજારો પણ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે.   ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 38 એમએમ  જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણ વેરાવળમાં 31 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલીમાં 24 એમએમ જેટલો વરસાદ ખાબક્યો છે.

ગીરનારના જંગલમાં વરસાદ

જૂનાગઢના ગરવા ગીરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે આવતીકાલે પૂર્ણ થશે. જો કે મોટાભાગના યાત્રિકોએ આજે જ લીલી પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી.  ભાવિકો પરિક્રમા માર્ગના બોરદેવીથી ભવનાથ તરફ જતા જોવા મળ્યા હતા. આ તકે ભાવિકોએ વહેલી સવારે પડેલા જૂનાગઢ પંથક સહિત ગીરનારના જંગલમાં પડેલ વરસાદ અંગે પોતાના અભિપ્રાય આપ્યા હતા. દૂર દૂરથી પુણ્યનું ભાથું કમાવવા આવેલ ભાવિકોને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો હતો. આ તકે યાત્રિકોએ જણાવ્યું હતું કે વહેલી સવારે જંગલમાં વરસાદ વરસતા તે સમયે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે 36 કિલોમીટરની લીલી પરિક્રમા આવતી કાલે પૂર્ણ થશે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા ભાગના ભાવિકોએ નિર્ધારિત સમય પૂર્વે પરિક્રમાં પૂર્ણ કરી લીધી હતી. 

સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાય છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કપાસ, એરંડા, જીરું, ઘઉં અને તુવેર જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકશાન જવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

ટોપ સ્ટોરી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
સોના-ચાંદીના ભાવમાં જંગી કડાકો: ચાંદી 6,661 રૂપિયા સસ્તી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો થયો
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Embed widget