શોધખોળ કરો

Mahisagar Rain: મહીસાગર જિલ્લામાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 

વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

મહીસાગર: વહેલી સવારથી જ મહીસાગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં અત્યાર સુધીમાં સાડા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  ખાનપુર તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.  જિલ્લાના અનેક તાલુકાઓમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 

સંતરામપુર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા.  વીરપુર તાલુકામાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  કડાણા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.  મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતો ખુશખુશાલ છે.  મહીસાગર જિલ્લામાં વરસાદ વરસતા નદી તળાવમાં નવા નીરની આવક થઈ છે. 

સંતરામપુરની ચીબોટા નદીમાં નવા નીરની આવક

મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અને સંતરામપુરની ચીબોટા નદીમાં નવા નીરની આવક થઈ છે.  સંતરામપુર શહેરમાં આવેલ ચીબોટા નદી બે કાંઠે વહેતી થઈ છે.  સવારથી જ સંતરામપુર તાલુકામાં સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  નદીમાં નવા નીર આવ્યા છે.  નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.   

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ  ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી કરી છે.  

સૌરાષ્ટ્રના 6  મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.   16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.   દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.   ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.  દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   તાપી, ડાંગ,નવસારી, અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

Embed widget