શોધખોળ કરો
Advertisement
ઉ.ગુજરાતના કયા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો? પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાયા પછી.....
ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં પાટણ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાટણમાં એક જ દિવસમાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં પાટણ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પાટણમાં એક જ દિવસમાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે.
પાટણ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી જ્યારે પાણી પણ ભરાઈ ગયા હતાં. પાણીના ભારે પ્રવાહને કારણે રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં તણાતા જોવા મળ્યાં હતાં.
પાટણમાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાટણ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. આ દ્રશ્યો પાટણ શહેરના ઝવેરી બજારના છે જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. બજારમાંથી વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1 ઈંચથી લઈને 5 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના 179 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion