શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું પુર
વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે અમરેલીના રાજુલા પથંકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે અમરેલીના રાજુલા પથંકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને લઈને પાણી ભરાઈ ગયા હતાં. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર પાણી ભરાઈ ગયા હતાં. રાજુલાના મુખ્ય બજારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત ભારે વરસાદને કારણે રાજુલાની ઘાણો નદી બે કાંઠે વહેવા લાગી હતી. શહેરના ઘણાં નદીમાં પુર આવ્યું હતું જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ઘાણો નદીમાં પુરના પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ગીર ગઢડા તાલુકાના વડવીયાલા, જુડવડલી, જરગલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે જેને જોવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં અમરેલીના ધારીમાં અઢી ઈંચ કરતાં વધારે વસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમેલી જિલ્લામાં ઘણી જગ્યાએ મોડી રાતે વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે, દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Before You Go
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ






















