શોધખોળ કરો
Advertisement
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાના વિંઝલપર ગામમાં આભ ફાટ્યું, ચાર ચેકડેમ થયા ઓવરફ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે આભ ફાટ્યું હતું. વિંઝલપર ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ થતાં વંગડી નદી બે કાંઠે થઈ હતી.
દેવભૂમિ દ્વારકા: આજે સવારથી જ રાજ્યમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈને ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે આભ ફાટ્યું હતું. વિંઝલપર ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ થતાં વંગડી નદી બે કાંઠે થઈ હતી.
વિંઝલપર ગામના વાડી વિસ્તારને જોડતા કોઝવે પરથી પાણી વહેતા થતા અવરજવર ભયજનક બની છે. મુશળધાર વરસાદ થતાં ખેડૂત પુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ખંભાળિયા વિંજલપર ગામમાં ધોધમાર વરસાદના કારણે 4 જેટલા ચેક ડેમ ઓવરફ્લો થયા હતા. ભારે વરસાદથી ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement