શોધખોળ કરો

આગામી 48 કલાક મહત્ત્વના, ગુજરાત સહિત અહીં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન ખાતાએ ઓડિશાનાં 8 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

નવી દિલ્હીઃ આગામી 48 કલાકમાં ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશાના 8 જિલ્લામાં પણ રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં 112 વર્ષનો સૌથી વધુ વરસાદ પડયો છે જ્યારે પુણે અને થાણેમાં વરસાદે 118 વર્ષનો રેકોર્ડ તોડયો છે. ગુજરાત, છત્તીસગઢ, તેલંગણા, મહારાષ્ટ્ર, વિદર્ભ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નાશિકમાં ગોદાવરી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. લો-પ્રેશર ઉત્તર ગુજરાત-રાજસ્થાનના સરહદી વિસ્તારથી આગળ વધીને રાજસ્થાન અને કચ્છની સરહદ પર સક્રિય થતાં છેલ્લાં ચાર દિવસો દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોનસૂન ટ્રફનો છેડો હજુ ગુજરાત તરફ વધુ હોવાથી આગામી 7 દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ ઓડિશાનાં 8 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મલકાનગીરી, નવરંગપુર, કોરાપુટ, કાલાહંડી, નૌપાડા, બોલનગીર, કંધમાલ, સોનેપુરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આસામમાં પૂરનાં પાણી ઓસરતા લોકોને રાહત મળી છે. વરસાદનું જોર ઓછું થયું છે. જો કે, બ્રહ્મપુત્ર નદી હજી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બિહાર અને આસામમાં પૂરથી 213 લોકોનાં મોત થયાં છે. આશરે સવા કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બિહારનાં 12 જિલ્લામાં 127 લોકોનાં મોત થયાં છે. જ્યારે આસામમાં 18 જિલ્લામાં 86 લોકોએ જીવ ગુમાવ્યો છે. બિહારમાં 24 કલાકમાં નદીકાંઠાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. બાગમતી. ગંડક, કમલા બલાન, ખિરોઈ નદીઓ હજી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

Embed widget