શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કઈ જગ્યા કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જુઓ આ રહ્યાં વરસાદના આંકડા
છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ, નવસારી, તાપી જિલ્લામાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગ જિલ્લામાં ગુરુવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું હતું.
અમદાવાદ: હવામાન વિભાગની આગાવી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ, નવસારી, તાપી જિલ્લામાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગ જિલ્લામાં ગુરુવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, વઘઈ, સુબીર, આહવા સહિત વિસ્તારોમાં શુક્રવારે પણ ધીમા ધારે મેઘ મહેર યથાવત રહેતા સમગ્ર વાતાવરણ કુદરતી સૌંદર્યથી ખુલી ઉઠ્યું હતું. આ ઉપરાંત ભરૂચમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા ડાંગના ખેડૂતો ડાંગર સહિત નાગલીના પાકોની રોપણીમાં હોંશે હોંશે જોતરાયા હતા. જેમાં સતત બે દિવસથી ખાબકી રહેલા વરસાદી માહોલના પગલે ડાંગની અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં નવા નીરના પધરામણા થવાની સાથે બંને કાંઠે વહેતી થઈ હતી. જેને જોવા લોકો દોડી આવ્યા હતાં.
છેલ્લા બે ત્રણ દિવસથી તાપી જિલ્લામાં સાથે તાલુકામાં હળવા-ભારે વરસાદનું આગમન થયું છે. છેલ્લા બે દિવસથી પડી રહે વરસાદના કારણે વ્યારામાં ઠંડક પસારી ગઈ છે. વઘઈ - 6 ઇંચ, સુબીર - 3.5 ઇંચ, નવસારી - 2.5 ઇંચ અને ભરૂચમાં 2 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આ ઉપરાંત વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ હતી. શુક્રવારની સવાર 6થી સાંજે 6 કલાક સુધીમાં વ્યારામાં 22 મીમી, વાલોડમાં 24 મીમી, સોનગઢમાં 18 મીમી, ઉચ્છલ 17 મીમી, ડોલવણ 10 મીમી, નિઝર 02 મીમી, કુકરમુન્ડા 02 મીમી વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement