શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થઈ શકે છે ભારે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
હવામાન વિભાગ પ્રમાણે, આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કારણ કે હાલ ત્યાં વરસાદી સિસ્ટમનું જોર વધારે જોવા મળી રહ્યું છે. આ સિવાય મોરબી અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: હાલ સૌરાષ્ટ્ર પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય જોતાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 2 દિવસ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગ પ્રમાણે, આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કારણ કે હાલ ત્યાં વરસાદી સિસ્ટમનું જોર વધારે જોવા મળી રહ્યું છે. આ સિવાય મોરબી અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટશે અને સિસ્ટમ નબળી પડી જશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સપ્ટેમ્બરના અંત સુધી પણ રહે અને ઓક્ટોબર માસમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. 29 ઓગસ્ટથી 02 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion