શોધખોળ કરો

સાવધાન: ગુજરાતના કયા 5 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

મંગળવારે બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

અમદાવાદ: ગુજરાતભરના તમામ વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 29 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ એવા 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેન લઈને 29મી શરૂ થઈને 5 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશની 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની હતી. પરંતુ તેમાંથી એક સિસ્ટમ ખતમ થઈ ગઈ છે, જ્યારે હજુ બે સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ગુજરાત પર આ 2 વરસાદી સિસ્ટમની અસરના કારણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે હાલ આગામી 5 દિવસ સુધી ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવા કડક સૂચના આપી છે. વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 5 દિવસ સધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એ જ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget