શોધખોળ કરો

Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 

રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો. વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો. વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે અનેક જિલ્લાઓને લઈ એલર્ટ જાહેર કર્યું છે. 

અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ  બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 6 દિવસ સુધી વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે.    બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે.  

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ

વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ  જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે.  વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર  આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.  હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે.  

અરવલ્લી જિલ્લામાં વરસાદ 

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  મોડાસા-શામળાજી હાઈવે પર પણ પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર બન્યા હતા. 

રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28  ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

ટોપ સ્ટોરી

Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Embed widget