શોધખોળ કરો

Gujarat Rain: ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

નવરાત્રિમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે.

અમદાવાદ: નવરાત્રિમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડશે.  ગરબા ગ્રાઉન્ડો  પાણીથી તરબોળ થશે.  કાલથી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે.  બંગાળની ખાડીમાં વોકમાર્ક લો પ્રેશર સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એટલુ જ નહીં કાલથી 30 સપ્ટેમ્બર સુધી કેટલાક જિલ્લા ભારે વરસાદ  વરસી શકે છે.

30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.  આવતીકાલે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

અનેક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
 
જ્યારે 28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 

જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. આ તરફ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  

રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ વરસ્યો

વરસાદની આગાહીની વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે.  અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લામાંથી દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ  વિદાય લીધી છે.   આ વખતે ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 111.18 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારુ રહ્યું છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 18 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget