શોધખોળ કરો

Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 

બોટાદ જિલ્લામાં કમોસમી માવઠું વરસ્યું છે.  ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  અતિ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદની શરૂઆત થઈ હતી.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો.
  • રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, વૃક્ષો ધરાશાયી.
  • હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરી.
  • 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.

Heavy Rain in Botad: બોટાદ જિલ્લામાં કમોસમી માવઠું વરસ્યું છે.  ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.  અતિ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદની શરૂઆત થઈ હતી.  બોટાદમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સાથે ભારે વરસાદ વરસ્યો છે.  બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા છે.  બોટાદ જિલ્લામાં ઘઉં, ચણા, જીરું સહિતના પાકોમાં અતિ ભારે પવન અને કમોસમી માવઠાના કારણે નુકસાનને લઈ ખેડૂતો ચિંતામાં છે.    

બોટાદ શહેરમાં તેજ પવન ફૂંકાયો

બોટાદ શહેર-જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી.  બોટાદ શહેરમાં તેજ પવન ફૂંકાયો હતો. બોટાદના અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યાએ પતરા હવામાં ઉડ્યા હતા.   

રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  રાજકોટ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્ષ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. રાજકોટમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેર સિવાય ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ક્યાંક કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.  આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ચાર જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચમાં માવઠાની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠું થઇ શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં માવઠાની આાગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં કમોસમી વરસાદ પડી શકે છે. દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.                    

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget