શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અમદાવાદ: ગુજરાતભરના તમામ વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે બનાસકાંઠા, વલસાડ, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 29 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ એવા 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે. તેની સાથે જ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય છે. જેન લઈને 29મી શરૂ થઈને 5 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશની 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની હતી. પરંતુ તેમાંથી એક સિસ્ટમ ખતમ થઈ ગઈ છે, જ્યારે હજુ બે સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. ગુજરાત પર આ 2 વરસાદી સિસ્ટમની અસરના કારણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગે હાલ આગામી 5 દિવસ સુધી ગુજરાતના માછીમારોને દરિયો ના ખેડવા કડક સૂચના આપી છે. વધુમાં આ સિસ્ટમ સક્રિય રહેતાં આગામી 5 દિવસ સધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એ જ રીતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion