શોધખોળ કરો

કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ? હવામાન વિભાગે શું આપી મોટી આગાહી? જાણો વિગત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે અનેક વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ: હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત આગાહી પ્રમાણે અનેક વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચી હતી જેના કારણે રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટે અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, સેલવાસ, દાદરાનગર હવેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગરમાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તા 9 ઓગસ્ટે ડિપ્રેશન લો-પ્રેશર બનીને ગુજરાત પર પહોંચ્યું છે. જેના કારણે સમગ્ર ગુજરાતનાં મોટા ભાગોમાં 25થી 50 કિ.મી.ના ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ-ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તા 10 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ 10 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિ.મી. થી વધારે રહેશે. આ ઉપરાંત 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget