શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર

Gujarat Rain Forecast: હવામાન વિભાગે આજે 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ સાથે 10 વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં મેઘરાજાની પુનઃ શરુઆત, ભારે વરસાદની આગાહી.
  • સૌરાષ્ટ્ર સહિત છ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ.
  • ૧૮ જિલ્લામાં ઓરેન્જ, અન્ય સ્થળોએ યલો એલર્ટ અપાયું.

Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, સવારે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોLPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નદી-નાળાઓ, નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે. જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે. 6 જિલ્લામાં અતિભારે તો 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે,  મધ્યપ્રદેશના વિદર્ભ વિસ્તારમાં બનેલા ડિપ્રેશન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ 

  • અમદાવાદ
  •  આણંદ
  • બોટાદ
  • ભાવનગર
  • રાજકોટ
  • સુરેન્દ્રનગર 

હવામાન વિભાગે આજે રાજ્યના અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર 

  • કચ્છ
  • મોરબી
  • અમરેલી
  • ભરૂચ
  • અરવલ્લી
  • ગાંધીનગર
  • સાબરકાંઠા
  • મહેસાણા
  • પાટણ
  • બનાસકાંઠા

વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થતી હોવાથી ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે ઉપરોક્ત જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનિય છે કે ગાજવીજ સાથે વરસાદ વરસવાની સાથે પવનની ગતિ પણ વધી શકે છે. 50 કિમીની ઝડપે પવન ફુંકવાની સાથે આ 10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે ઓરેંજ  એલર્ટ જાહેર કર્યું છે. 

આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ 
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ, ભાવનગર સિવાય સૌરાષ્ટ્રના તમામ કોસ્ટલ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અમલમાં છે.

Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget