શોધખોળ કરો

Gujarat Rain: આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી,  જાણો લેટેસ્ટ અપડેટ 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોનસૂન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં 1 જુનથી 31 જુલાઈ સુધી 27 % જેટલો વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આજે ઠંડર સ્ટ્રોમની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ

અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.     

ટોપ સ્ટોરી

રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
જૂના ડીસામાં 240 મકાનો તોડવાનો નિર્ણય, પાલનપુર કલેક્ટર કચેરી પર લોકોએ કર્યો વિરોધ
જૂના ડીસામાં 240 મકાનો તોડવાનો નિર્ણય, પાલનપુર કલેક્ટર કચેરી પર લોકોએ કર્યો વિરોધ
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન

વિડિઓઝ

Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ
Dwarka: ભાણવડમાં જાહેરમાં થયેલી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ, સમીર નામના યુવકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી સેવા પર ભરોસો કેમ નહીં ?
Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
Surat News:નાસીરનગર ડિમોલિશન અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ, નિર્ણય મંજૂર
Surat News:નાસીરનગર ડિમોલિશન અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ, નિર્ણય મંજૂર
દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.50નો વધારો
દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.50નો વધારો
Embed widget