શોધખોળ કરો

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે અનેક તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

લાંબા સમયના વિરામ બાદ આખરે અષાઢ મહિનના પ્રથમ દિવસે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર પુનરાગમન કર્યું. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આ વર્ષે ૧૧ જૂનના ચોમાસાનું આગમન થઇ ગયું હતું. પરંતુ એકપણ સિસ્ટમ નહીં સર્જતાં ૨૧ જૂનથી ચોમાસાનું જોર ઘટવા લાગ્યું હતું અને મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. રાજ્યમાં શનિવાર સુધી મોસમનો માત્ર ૧૪ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ગત વર્ષે ૧૧ જુલાઇ સુધીમાં ૨૬ ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો.

વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે આખરે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે અનેક તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સવારથી અત્યાર સુધીમાં વરસાદ

રાજ્યમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. સવારથી અત્યાર સુધી રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં પડ્યો છે. ક્વાંટમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના માંગરોળમાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

રવિવારે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદમાં મોડી રાત્રે ચાર કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. જૂનાગઢના મેંદરડામાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સીટીએસ, ઢાલગવરવાડ, બાપુનગરના નીચાણવાળા વસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદ તૂડી પડતા માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દવિસે લોકો બહાર ફરવા નીકળ્યા હોઈ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. એકથી દોઢ કલાક સતત ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી અને ઘણા સમયથી ગરમીમાં શેકાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બીજી બાજુ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ મોરબી જિલ્લના મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવારે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget