શોધખોળ કરો

સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ગુજરાતને ધમરોળશે, આજે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેંદ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને મેઘરાજા ધમરોળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. 17 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, ગીર-સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, તાપી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ વરસી શકે છે. 18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. 19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget