શોધખોળ કરો

ગુજરાતમાં હવે કેવો વરસાદ રહેશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી સિસ્ટમ તૈયાર નથી. જોકે કેટલાંક વિસ્તારોમાં છુટોછવાયો અથવા મધ્યમ વરસાદ પડે તો નવાઈ નહી.

અમદાવાદઃ છેલ્લા 10થી વધારે દિવસોથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મન મુકીના વરસેલા વરસાદ આજથી વિરામ લે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી સિસ્ટમ તૈયાર નથી. જોકે કેટલાંક વિસ્તારોમાં છુટોછવાયો અથવા મધ્યમ વરસાદ પડે તો નવાઈ નહી પરંતુ ભાગ્યે જ કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ લાવનાર લો પ્રેશરની સિસ્ટમ હવે વધુ પશ્ચિમ તરફ આગળ વધી ગઈ છે. જેથી ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના નથી. જે હાલના થોડા દિવસોમાં પડ્યો હતો. જોકે ઉત્તર ગુજરાત અને રાજ્યના સમગ્ર પશ્ચિમ દરિયા કિનારે રહેલી વરસાદી સિસ્ટમ એક્ટિવ જ રહેશે અને તેના કારણે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 13-14 ઓગસ્ટે ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદર-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં પડેલા અતિભારેથી ભારે વરસાદના પગલે ગુજરાત ઓછા વરસાદી રાજ્યમાંથી વધારે વરસાદી રાજ્યમાં આવી ગયું છે. માત્ર 12 દિવસમાં જ વરસાદે ગુજરાતને પાણી જ પાણી કરી દીધું હતું. હવામાન વિભાગની વેબસાઈટ મુજબ લાંબાગાળાના વરસાદી સિસ્ટમ મુજબ ગુજરાતમાં 11 ઓગસ્ટ સુધીમાં કુલ વરસાદ સામાન્યરૂપે હોય છે તેના કરતા 29% વધારે પડ્યો છે. આ સપ્તાહની શરૂઆત સુધી વરસાદની અછત અનુભવી રહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એક જ સપ્તાહમાં વરસાદ સરપ્લસ સ્થિતિમાં આવી ગયો છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
T20I Fastest Fifty: T20I માં સૌથી ઝડપી 50, યુવરાજ બાદ અભિષેક શર્મા કયા ક્રમે? જુઓ Top 5
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
વાવાઝોડું અર્નબ વધુ વિકરાળ બન્યું: દરિયો તોફાની, બોટ સેવા બંધ; 3 રાજ્યોમાં હાઇ એલર્ટ
Embed widget