શોધખોળ કરો

ગુજરાત ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો

હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે.

હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. 1 જૂનછી લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશા તરફ આગળ વધશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડમાં પરિવર્તિત થશે અને 3 જૂનના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેના કારણે આગામી 4 અને 5 તારીખે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ હળવું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશમાં ફેરવાય તેવી શક્યતા છે અને ત્યાર બાદના 24 કલાકમાં ‘નિસર્ગ’ વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવારે સવારે 5:30ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ 2 જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે 3 જૂનની સવારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં 1 નંબરનું સિગ્નલ લગાવવા માટે સૂચના આપી દીધેલી છે. 4 જૂનના ગુજરાતના સમુદ્રમાં 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 31 મે સુધીમાં પરત આવી જવા અને 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂને પહોંચવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4-5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. સોમવાર એટલે આજથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 4 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 5 જૂનના રોજ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget