શોધખોળ કરો

ગુજરાતના 20 જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ, 68 ટકાની ઘટ સાથે ગાંધીનગર મોખરે

હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી.

ગુજરાતમાં 20 જિલ્લામાં હજુ પણ વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 11.26 ઈંચ જ વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસે છે 21.68 ઈંચ વરસાદ. ઓગષ્ટ મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે રાજ્યમાં હજુ વરસાદની 48 ટકા ઘટ છે. 20 જિલ્લામાં હજુ પણ 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

તેમાં ગાંધીનગર 68 ટકાની ઘટ સાથે મોખરે છે. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ 22.51ઈંચની સામે માત્ર 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની ઘટ 60%થી પણ વધારે છે. ગુજરાતમાં ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં 35 ઈંચ સાથે મોસમનો 108% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે માત્ર 41.79% વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી. સૌથી ઓછો વરસાદ નોંધાયો હોય તેમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મોસમનો 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આ વર્ષે 129 તાલુકામાં 23.26 ઈંચથી 39.37 ઈંચ, 103 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ જ્યારે 20 તાલુકામાં 2 થી 4.92 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કુલ બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ 2 ઈંચથી ઓછું છે. જેની સરખામણીએ ગત વર્ષે 4.92 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એકપણ તાલુકા નહોતા.

4 દિવસની વરસાદની કોઈ આગાહી નહીં

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે છે માઠા સમાચાર. હજુ 4 દિવસ વરસાદની નથી કોઈ સંભાવના. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસે તેવી કોઈ સંભાવના નથી. 30 અને 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ. હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજુ 48 ટકા વરસાદની ઘટ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસી શકે છે. જો કે, હવામાન વિભાગના મતે સપ્ટેમ્બરમાં વરસાદ વરસશે તો પણ જે ઘટ છે તે પૂરી શકાશે નહીં.

ટોપ સ્ટોરી

ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
Girnar: ગિરનાર લીલી પરિક્રમાને લઈ તડામાર તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને સાથે ન લાવવા અપીલ
Girnar: ગિરનાર લીલી પરિક્રમાને લઈ તડામાર તૈયારીઓ, બાળકો-વૃદ્ધોને સાથે ન લાવવા અપીલ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget