Bharuch: ભરુચમાં પત્નીની સામે જ પતિએ નર્મદા નદીમાં લગાવી મોતની છલાંગ
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી પત્ની સામે જ પતિએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસના કારણે યુવકે નર્મદા નદીમાં પડતું મૂક્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી પત્ની સામે જ પતિએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસના કારણે યુવકે નર્મદા નદીમાં પડતું મૂક્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. લાપતા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જે બાદ બ્રિજ પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
દીકરીને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી ઉતારી મોતને ઘાટ
અમદાવાદમાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. માતાએ દીકરીની બીમારીથી કંટાળી હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી દેતા મોત નિપજ્યું હતું. મળતી વિગત પ્રમાણે, દીકરી જન્મ બાદ સતત બીમાર રહેતી હતી. બાળકીને કોઈ ફર્ક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીમાર દીકરીથી કંટાળી માતાએ જ તેને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી ફેંકી દેતા મોત નિપજ્યું હતું. પતિએ જ પત્ની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક 47 વર્ષીય બિઝનેસમેને ગોળી મારીને આત્મહત્યા કરી. સુસાઈડ નોટમાં બિઝનેસમેને પોતાના મૃત્યુ માટે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી સહિત છ લોકોને જવાબદાર ઠેરવ્યા છે.
બિઝનેસમેને લોન ચુકવવા ઘર, જમીન વેચવા પડ્યા
એસ પ્રદીપ તરીકે ઓળખાતા આ વ્યક્તિએ 2018માં બેંગલુરુની એક ક્લબમાં 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બે લોકોએ નોટમાં તેનું નામ લખ્યું હતું. તેણે ક્લબમાં કામ કરવા બદલ પગાર સહિત દર મહિને ત્રણ લાખ રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. જોકે, પૈસા લીધા બાદ ગોપી અને સોમૈયા નામના બે શખ્સોએ ઘણા મહિનાઓ સુધી પ્રદીપને પૈસા પરત કરવાની ના પાડી હતી. નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રદીપે વ્યાજની ચુકવણી કરવા માટે ઘણી લોન લેવી પડી હતી અને પેમેન્ટ કરવા માટે પોતાનું ઘર અને ખેતીની જમીન પણ વેચવી પડી હતી .
માનસિક ત્રાસ
ઘણી આજીજી કર્યા બાદ પણ તમામ લોકોએ પ્રદીપને પૈસા પરત કર્યા ન હતા. તેથી, પ્રદીપ આ મુદ્દો ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલી પાસે લઈ ગયો. ધારાસભ્યએ પ્રદીપના પૈસા પરત કરવા માટે બંને સાથે વાત કરી હતી, પરંતુ તેઓએ કહ્યું હતું કે તેઓ માત્ર 90 લાખ રૂપિયા જ પરત કરશે. સુસાઈડ નોટમાં ડોક્ટર જયરામ રેડ્ડી પર પ્રદીપના ભાઈની મિલકત વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કરવાનો અને પ્રદીપને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. નોટના અંતે જે છ લોકોના નામ લખવામાં આવ્યા છે તે આટલું મોટું પગલું ભરવા માટે કોણ જવાબદાર છે. તેણે બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલીનું નામ પણ છે અને તેના પર પ્રદીપના પૈસા પાછા ન આપવાનો આપવાનો આરોપ લગાવ્યો છે.