શોધખોળ કરો
Advertisement
આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસી શકે છે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓ જેમ કે વલસાડ, વાપી, ઉમરપાડા, દમણ અને દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી મોટી આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓ જેમ કે વલસાડ, વાપી, ઉમરપાડા, દમણ અને દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો અને કચ્છ સહિત દીવ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે.
બીજા દિવસની આગાહીની વાત કરવામાં આવે તો દમણ, દાદરા નગર હવેલી, સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, કચ્છ, દીવ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દીવના કેટલાંક વિસ્તારો સહિત કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement