શોધખોળ કરો
Advertisement
રાજ્યની કેટલી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી ન થયો પાસ, આંકડો જાણીને ચોંકી જશો
વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરતનું 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ જિલ્લાની 47.47 ટકા છે.
ગાંધીનગરઃ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં ધોરણ 10નું પાંચ વર્ષનું સૌથી ઓછું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 66.67 % પરિણામ આવ્યું હતું. બનાસકાંઠાના સપરેડા કેંદ્રનું સૌથી વધુ 94.78 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી કેંદ્રનું સૌથી ઓછું 14.9 ટકા પરિણામ આવ્યું છે.
જોકે આ વખતે પરિણામ ખૂબ જ નબળું રહ્યું છે એનો એક પૂરાવો એ છે કે 2020માં કુલ 174 શાળાઓ એવી રહી જ્યાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. આ અગાઉના વર્ષ એટલે કે માર્ચ 2019માં એક પણ વિદ્યાર્થી પાસ ન થયો હોય તેવી શાળાની સંખ્યા માત્ર 63 હતી જે આ વર્ષે વધીને 174 થઈ ગઈ છે.
વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો સુરતનું 74.66 % ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ જિલ્લાની 47.47 ટકા છે. જ્યારે 291 શાળાએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 174 શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion