(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, 26 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે.
Gujarat BJP: લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં. ગુજરાતની 26 બેઠકો માટે આજે અને આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભા દીઠ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો ઇચ્છુકોને સાંભળશે. એક લોકસભા દીઠ કાઉન્સિલર, શહેર સંગઠનના મોરચાના પ્રમુખ અને મહામંત્રી અને ધારાસભ્યો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેશે. શહેરના હોદેદારો પણ સેન્સ પ્રક્રિયામાં જોડાશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે. બુધવારે ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટ્રીની બેઠક મળશે. 29મીએ ભાજપની રાષ્ટ્રીય પર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.
ગાંધીનગર લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા આજે અમદાવાદ યોજાશે. GSC બેંક અમદાવાદ ખાતે સાંજે 4 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારો બેઠકમાં રહશે ઉપસ્થિત. રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રકિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રકિયા થશે. 1 વાગ્યે યોજાશે સેન્સ પ્રકિયા. પીએમ મોદીના આગમન બાદ સીધી જ સેન્સ પ્રકિયા હાથ ધરાઇ રહી છે. દાવેદારો સમર્થકો સાથે સેન્સ પ્રકિયામાં જોડાશે. રાજ્ય સભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા માટે રાજકોટ આવી પહોંચશે. રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ચૂંટણીના ઢોલ ઢબુક્યાં છે. લોકસભાનું ચૂંટણી પહેલા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ વગાડવામાં આવ્યા. બક્ષીપંચ મોરચા દ્વારા મયક નાયક નું સ્વાગત કરવામાં આવશે.