શોધખોળ કરો

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો અન્ય ક્યા વિસ્તારને મેઘરાજા ઘમરોળશે

પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે તો અમરેલી, ભરૂચ, સુરતમાં પવન સાથે વરસાદની આગાહી છે.

Rain Forecast: અવિરત વરસાદની વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં  આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે તો અમરેલી, ભરૂચ, સુરતમાં પવન સાથે વરસાદની આગાહી છે. નવસારી, આણંદ, અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની શક્યતા છે. તો વલસાડ, ડાંગ, તાપી, ખેડામાં મધ્યમ વરસાદ પડી શકે છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.

વહેલી સવારથી વાપીના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી જેમાં ગીતા નગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા માં પણ પાણી ભરાયા હતા. ગીતા નગરની આ શાળામાં થોડા જ વરસાદની અંદર પાણી ભરાઈ જતા હોય છે. મુખ્ય માર્ગ પર આવેલી આ શાળામાં આજુબાજુના રસ્તા ઊંચા થઈ ગયા હોય જેને કારણે શાળામાંથી વરસાદી પાણી નીકળી શકતું નથી. હોલ શાળામાં પાણી ભરાઈ જવાને કારણે શિક્ષિકાઓ અને અન્ય કર્મચારીઓ શાળામાં વહેલી તકે આવીને પાણી નિકાલ માટે સ્વયં કામે લાગ્યા હતા. તો બીજી તરફ શાળાનો સામાન બગડી ન જાય તેની પણ વ્યવસ્થામાં તેઓ લાગ્યા હતા. આખા કમ્પાઉન્ડમાં અને લોબીમાં પણ પાણી ભરાઈ જવાને કારણે આજરોજ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી

છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ

રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ

રાજ્યના 11 તાલુકાઓમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ

રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ

ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ

વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ

તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ

રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ

કોડીનારમાં નવ ઈંચ વરસાદ

રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ

રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ

જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ

વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં દસાડામાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વડાલીમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વિસાવદર, માણાવદરમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સંખેડામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઈડરમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કડાણામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં આણંદમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધોળકામાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મુળીમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બોરસદમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં માંડલમાં સવા ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget