શોધખોળ કરો
રાજ્યમાં આગામી બે દિવસ જોવા મળશે ઠંડીનો ચમકારો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું છે.

ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીને લઈને ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજયમાં આગામી બે દિવસ જોવા મળશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગના મતે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ બે દિવસ ઠંડીમાં થોડી રાહત રહેશે. આગામી 25 જાન્યુઆરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. રાજયમાં આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું છે. બે દિવસ રાજ્યભરમાં વધશે ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે તાપમાનનો પારો ઘટશે 2 થી 3 ડિગ્રી. બે દિવસ બાદ ઠંડીમાં રાહત મળશે. ફરી 25 જાન્યુઆરીથી હાડ થીજવતી ઠંડી પડશે.
Before You Go
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન





















