શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી 

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે. 

આગામી ત્રણ દિવસ કરાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ , દિવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે. 

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. 

26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં 26 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.  દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે.  પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  

મહેસાણાના ખેરાલુમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેરાલુ પંથકમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં માવઠાથી ખેતરમાં પાણી ભરાઇ ગયાછે. શામળાજીમાં પણ  ભારે પવન સાથે વરસાદ વસસ્યો. સાબરકાંઠાના પોશીનામાં ભારે  પવન સાથે વરસાદ  વરસ્યો હતો. કડીમાં  વરસાદે તારાજી સર્જી હતી. ગ્રામ્ય વિસ્તારમાં  અલગ-અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે પાકને નુકસાનીની શક્યતા વધી છે. કડીમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પાણી ભરાતા વાહનો ફસાયા હતા. સ્થાનિકો અને પ્રશાસનની મદદથી વાહનોનું રેસ્ક્યૂ કરાયું હતું.  જેસીબી મશીનની મદદ લેવી પડી હતી, આ પાણીમાં સ્કોર્પિઓ ગરકાવ થઇ જતાં એક વ્યક્તિનું  મૃત્યુ થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget