શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી વિશે ?

આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

અમદાવાદ: આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.  

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.  આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે. રાજ્યમાં હાલ વહેલી સવારે જોરદાર ઠંડી પડી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારે 10.5 ડિગ્રીથી લઈને 19.8 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છના નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંઘાયું હતું.  

હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં હજુ પણ ધુમ્મસની સાથે ઠંડીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. ગાઢ ધુમ્મસ વચ્ચે કાતિલ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.  જ્યારે બેઘર લોકો અને રાહદારીઓથી રેન બસેરા હાઉસફુલ થયા છે. ગાઢ ધુમ્મસથી ફ્લાઈટ અને ટ્રેનના શિડ્યુઅલ ખોરવાયા હતા. દિલ્હી જતી 22 ટ્રેન છ કલાક મોડી દોડી રહી છે. તો દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે 12 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.  

કમોમસી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થયો છે. રવિવારે રાજ્યના 10 શહેરોમાં 15 ડિગ્રીની નીચું તાપમાન નોંધાયું હતું જેમાં ફરી એકવાર નલિયા સૌથી વધુ ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ડીસામાં 11.4 ડિગ્રી, કેશોદમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી, ભૂજમાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 13.0 ડિગ્રી, અમરેલીમાં13.7 ડિગ્રી અને અમદાવાદમાં 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ તરફ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ એક ડિગ્રી પર પહોંચ્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget